
🥀 🥀
*રસ્તા બે જ છે*
તાર કાં તો માર રસ્તા બે જ છે
જીત કાં તો હાર રસ્તા બે જ છે.
શહેર સપનાં છીનવે એ પૂર્વે તું
ભાગ બારોબાર રસ્તા બે જ છે.
જીવવું જો હોય તો એ જોઇશે
કલમ કાં તલવાર રસ્તા બે જ છે.
આમ ઊભો ના રહે રણક્ષેત્રમાં
મર નહીંતર માર રસ્તા બે જ છે.
આગ-પાણી બેઉ છે ‘ઇશુ’ હાથમાં
બાળ કાં તો ઠાર રસ્તા બે જ છે.
~ ઈશિતા દવે
ઇસ પાર કે ઉસ પાર – માં નાયિકાનો વિશ્વાસ છે. અધવચ્ચે રહેવું એને પસંદ નથી. સફળ માનવીઓની કદાચ આ જ થીયરી છે!
🥀 🥀
*વાર તો લાગે જ ને !*
જે છે બધું એ છોડવામાં વાર તો લાગે જ ને!
આ જાત આખી ખોળવામાં વાર તો લાગે જ ને!
મેં જિંદગી આખી ભલે તડફડ કરી તોડ્યું બધું,
એકાદ સગપણ જોડવામાં વાર તો લાગે જ ને !
વર્ષો પછી આજે ટકોરા કોઈએ માર્યા અહીં
તો બારણાંને ખોલવામાં વાર તો લાગે જ ને !
બેરંગ મેં તો ખુદ કરી’તી આયખાની ભીંતને,
એવી દિવાલો ધોળવામાં વાર તો લાગે જ ને !
જેઓ હ્દયમાંથી અહીં ઉતરી ગયા છે ક્યારનાં,
ઘરમાં છબી એ ચોડવામાં વાર તો લાગે જ ને !
લોકો, ગલી ને ગામ ઉપરથી પહેરો આંખનો,
એ બંધનોને તોડવામાં વાર તો લાગે જ ને !
જે હાથતાળી દઇ મને ખુદ ભાગવા જાતા હતા,
એ શ્વાસ પાછા ખોડવામાં વાર તો લાગે જ ને
~ ડૉ. ઈશિતા દવે
કારણદર્શક ગઝલ પણ ગળે ઉતરી જાય એવા જ
કાવ્યસંગ્રહ- ‘ સમયના સથવારે ‘ ( ગઝલ સંગ્રહ)
બને રચનાઓ મજાની છે
સરસ રચનાઓ…
Your Editorial note , સફળ માણસો ની કદાચ આજ theory છે Beside this valid observstion, I think people are uneasy in grey area They are comfortable in Bkack and White
આ કે તે કરવામાં રસ્તા બે જ હોય તો, પસંદગી ઉપર જીવનનો આધાર.
કયો રસ્તો પસંદ કરવો એ દરેક વ્યક્તિ પર આધાર હોય છે. છતાં કવયિત્રી પોતાની વાત પણ કહેતાં જાય છે એ મજાની વાત છે.
બંને રચનાઓ સરસ છે.
વાહ ખુબ સરસ રચનાઓ ખુબ ગમી