ઉમેશ ઉપાધ્યાય ~ વાદ ના કર * Umesh Upadhyay

રહેવા દે

વાદ ના કર, વિવાદ રહેવા દે;
પ્રેમ ચર્ચાથી બાદ રહેવા દે.

ગમ થકી જિંદગી સલામત છે;
કંટકોમાં ગુલાબ રહેવા દે.

એની તરફેણમાં ચુકાદો છે;
ફોડી દીધો લવાદ, રહેવા દે.

ક્યાં લખી છે ગઝલ એ હેતુથી;
ના મળે છો ને દાદ રહેવા દે.

તોડી નાખ આ કુરિવાજોની દીવાલ;
ખોખલી આ મરજાદ, રહેવા દે.

છેવટે કોણ સાથ આવે છે!
એકલો ફર, વિષાદ રહેવા દે.

~ ઉમેશ ઉપાધ્યાય

ઉમેશ ઉપાધ્યાય ઘણાં વરસોથી ગઝલ ક્ષેત્રે સક્રિય છે. વાદ વિવાદથી શરૂ થતી ગઝલ બીજા શેઅરમાં ગમ-જિન્દગી, કંટક ગુલાબ જેવા વિરોધાભાસી પ્રતીકો દ્વારા જીવનની વાસ્તવિકતાઓને ઉજાગર કરતી આગળ વધે છે અને એકલો જા ને રે નો સંદેશો આપી પૂર્ણ થાય છે. ~ દિનેશ ડોંગરે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

8 thoughts on “ઉમેશ ઉપાધ્યાય ~ વાદ ના કર * Umesh Upadhyay”

    1. ઉમેશ ઉપાધ્યાય

      આભાર, બહેનજી, મિત્ર દિનેશનો પણ આભાર 🙏🏻🙏🏻🙏🏻

  1. સુરેશ 'ચંદ્ર'રાવલ

    ગઝલ ઘણી ગમી પણ ત્રીજો શેર ‘ફોડી દીધો લવાદ’ એ કંઈ બહું જામતું નથી બાકી ગઝલ સારી બની છે

  2. ‘કાવ્યવિશ્વ’ પર પ્રતિભાવ આપનારા સૌ મિત્રોનો આભાર.

    મુલાકાત લેનારા સૌ મિત્રોનો પણ આભાર.

Scroll to Top