ઉમેશ જોશી ~ ઝાઝી અટકળ Umesh Joshi

ઝાઝી અટકળ ને ઓછી શક્યતાઓ મળે,
રોજ સવારે જીવવાની તમન્નાઓ મળે.

લાગણીનું પ્રશ્નપેપર સાવ સહેલું હતું,
પરંતુ પરિણામમાં તો પસ્તાવાઓ મળે.

ઘણાં સપનાઓ હોય છે વંઠેલ અને અબૂધ,
ઠોકર જો લાગે તો સાચા રસ્તાઓ મળે.

વલખું છું અનરાધાર ને વરસે છે ઝરમર,
મારા આભમાં વાદળ પણ તરસ્યાઓ મળે.

શબ્દ તો મળ્યાં છે તને પામવાને, કિંતુ,
ગાવા બેસું ને કંઠમાં મરસિયાઓ મળે.

~ ઉમેશ જોશી

સરળ ભાષામાં ઊંડાણભર્યા શેર. આશાવાદ ધરાવતા પ્રથમ શેર પછી તરત બીજો શેર નાવીન્ય લઈને આવે છે. છેલ્લો શેર પણ ઉત્તમ. ‘પસ્તાવાઓ’ શબ્દ પ્રશ્નાર્થ પેદા કરે છે. આ શબ્દમાં બહુવચનનું ‘ઓ’ લગાડી શકાય ??

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “ઉમેશ જોશી ~ ઝાઝી અટકળ Umesh Joshi”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    ગઝલના બધા શેર ગમે છે પણ તરસ્યાઓ અને પસ્તાવાઓ જેવા શબ્દ પ્રયોગ કાફિયા મેળવવાની મથામણ છે એ સ્પષ્ટ થાય છે.

Scroll to Top