ઉમેશ જોશી ~ સૂર્ય સામે * Umesh Joshi

પણ પડે

સૂર્ય સામે રોજ તપવું પણ પડે,
જાત સાથે એમ લડવું પણ પડે.

મારું સરનામું દઈ શકતો નથી,
કાશ, કાલે ઘર બદલવું પણ પડે.

ક્યાં સમય છે એક સરખો આપણો?
રેશમી આ વસ્ત્ર તજવું પણ પડે.

કોઈનો દરિયો, હલેસાં કોઈનાં,
નાવડીને તોય તરવું પણ પડે.

દ્વાર ખુલ્લાં છે ને હું ઊંઘી ગયો,
છેવટે તો આમ મરવું પણ પડે.

~ ઉમેશ જોશી

પ્રથમ શેર આજની કઠિનાઈ સંદર્ભે લાગે પણ બીજા શેરથી ભાવવિશ્વ બદલાઈ જાય છે.  મૃત્યુની વિભાવના સરસ રીતે વ્યક્ત થઈ છે.  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “ઉમેશ જોશી ~ સૂર્ય સામે * Umesh Joshi”

  1. ઉમેશભાઈએ ઘરના સરનામા બદલવાની વાત લાક્ષણિક રીતે સૂચક રીતે કહી દીધી છે. અભિનંદન.

Scroll to Top