હું નદીની જેમ વ્હેવાની નથી,
ને ગગન ઓઢીને રહેવાની નથી.
આંખમાં ભીનાશ જેવું કંઈક છે,
પણ તમારું નામ લેવાની નથી.
સ્વપ્ન આ થીજે, નયન રીઝે તો શું ?
ચંદ્ર ! તારી રંગતો છાની નથી.
એષણાની આંખ વનમાં તગતગે,
રાહબર છે સાથ, ડરવાની નથી.
રેતમાં ત્રોફેલ તારું નામ છે,
પણ પવનને કૈં જ કહેવાની નથી.
~ ઉષા શાહ
શરૂઆત જ બતાને છે, ‘હું નદીની જેમ વહેવાની નથી…. ‘ પ્રેમ કરું છું ને તોયે ખુમારી તો રહેવાની જ….
‘તમારું નામ લેવાની નથી’ – યાદ આવે ‘હવે સખી નહીં બોલું ….’ પ્રેમ છે, યાદમાં આંખ ભીની પણ થાય છે… તો યે…
અને છેલ્લો શેર ક્યા બાત, ક્યા બાત !
OP 7.6.22
આભાર
11-06-2022
આભાર છબીલભાઈ.
‘કાવ્યવિશ્વ’ના સૌ મિત્રોનો આભાર
છબીલભાઈ ત્રિવેદી
07-06-2022
આજની ઉષાશાહ ની રચના ખુબ સરસ બધા શેર કાબીલે દાદ પ્રેમ મા ખુમારી તો હોવાનીજ વાહ ખુબ સરસ આભાર લતાબેન
