ઊજમશી પરમાર ~ અમલ ચડે Ujamashi Parmar

અમલ ચડે જો અસલ
આતમો જઈ ચડતો આકાશે.
પરહરવાના પંથક એવા
પથરાતા પગતાશે.

મનમાં મગન થવાને
ખોલો દેહી તણા દરવાજા.

રત થાનારા રડ્યાખડ્યા,
ઝરડે અટવાતા ઝાઝા;
ઊતરે ભારો ભરમ તણો તો
હીંચો જઈ હળવાશે.

અધવચ ઊભા હડી કાઢતા
પોગ્યા જઈ પગપાળા.

આરત અસલી ધરાવનારા
બેઠાં બાંધી માળા;
સુરતા સંગે રમતાં રમતાં
ઝળહળ મારગ થાશે.

~ ઊજમશી પરમાર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “ઊજમશી પરમાર ~ અમલ ચડે Ujamashi Parmar”

Scroll to Top