એક દરિયો & એકધારા કામથી ~ સંધ્યા ભટ્ટ * Sandhya Bhatt  

એક દરિયો

એક દરિયો આંખ સામે ઊછળે છે,
એક દરિયો ભીતરે પણ વિસ્તરે છે.

હર ક્ષણે દરિયો કિનારાને મળે છે,
ને કિનારાને પ્રતીક્ષા હર ક્ષણે છે.

એક દરિયો આંખની અંદર હશે ને !
આંસુ એમાંથી જ તો છૂટાં પડે છે.

નાવનું અસ્તિત્વ દરિયાથી સભર છે,
ને દરિયો નાવથી શું સૂચવે છે !

શાંત ને ધ્યાનસ્થ મુદ્રામાં કદી એ,
તો કદી એ ખૂબ તોફાને ચઢે છે.

~ સંધ્યા ભટ્ટ

જીવનમાં ખુશીના દરિયા ઊછળતા રહો, સંધ્યાબેન….

અકળાય છે

એકધારા કામથી અકળાય છે,
એટલે આ મોસમો બદલાય છે.

કેવું સુંદર છળ રચે છે સૂર્ય પણ,
સૌની સામે રોજ ડૂબી જાય છે !

કોણ કહે, પાષાણને ભાષા નથી ?
પથ્થરોમાંથી તો મૂર્તિ થાય છે !

જયારે કોઈ પંખીનો માળો તૂટે,
વૃક્ષ પણ સાથે જ ત્યાં વીંધાય છે.

વન અને વનવાસીને જોયા પછી,
દેહ ને આત્મા વિશે સમજાય છે.

~ સંધ્યા ભટ્ટ

પંખીનો માળો તૂટવા સાથે વૃક્ષ પણ વીંધાય છે… સચોટ વાત

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

13 thoughts on “એક દરિયો & એકધારા કામથી ~ સંધ્યા ભટ્ટ * Sandhya Bhatt  ”

  1. Pingback: 🍀30 જુન અંક 3-1198🍀 - Kavyavishva.com

  2. શ્વેતા તલાટી

    વાહહહહ..સંધ્યાબેન ખૂબ સરસ છે રચનાઓ.🌷🌷🌷

  3. બંને રચનાઓ એના જુદા જુદા ભાવ સાથે અભિવ્યક્ત થઈ છે. અભિનંદન.

  4. kishor Barot

    દરેક શેર કાબિલેદાદ.
    કેવું સુંદર છળ રચે છે સૂર્ય પણ,
    સૌની સામે રોજ ડૂબી જાય છે..

  5. દિનેશ ડોંગરે નાદાન

    સુંદર રચનાઓ સંધ્યાબેન અને સરસ સંકલન માટે લતાબેનને ખૂબ ખૂબ અભિનંદન

  6. Shabnam Khoja

    Wah wah… બંને ગઝલ ખૂબ સરસ..

    અને સૂર્યનું છળ તો આહા..💐💐

    જન્મદિન મુબારક હો સંધ્યાબેન 🎂

  7. Sandhya Bhatt

    ખૂબ આભાર, લતા બહેન.. સૌ મિત્રોની પણ ખૂબ આભારી છું.. આપ સૌએ આજનો દિવસ ખાસ બનાવ્યો છે…

  8. હરીશ દાસાણી.મુંબઈ

    બંને ગઝલો ગમી ગઈ. વાત નવી વાણી પણ નવી.

  9. બંને ગઝલની તાજગી સ્પર્શી ગઈ. સંધ્યા બેન, જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…

Scroll to Top