એસ. એસ. રાહી ~ આવેલી એક * S. S. Rahi

🥀🥀

આવેલી એક તક મેં અમસ્તી જ અવગણી
ખટકે છે તે દિવસથી સમય નામની કણી.

કાગળનો શ્વેત રંગ પછી લાલ થઈ જશે,
એ બીકે આંગળીની નથી કાઢતો અણી.

સંતાડી રાખ ધાબળામાં સૂર્યની ઉષ્મા,
જો હું અમીર થઈ ગયો તડકો વણી વણી.

જખ્મો વિશેના અલ્પ પરિચયમાં આટલું:
બિનવારસી છે લાશ ને કોઈ નથી ધણી.

નવરાશ મળી છે એ ક્ષણે વાંચી છે ડાયરી,
મેં રાત વિતાવી નથી તારા ગણી ગણી. 

એસ. એસ. રાહી

જે તડકો વણી વણી અમીર હોવાનું અનુભવી લે છે અને એમ એક પ્રકારનો આત્મસંતોષ અનુભવી લે છે, એ જ નાયક નવરાશમાં ડાયરી વાંચી વાંચી વાસ્તવિક્તા સાથે પોતાનું અનુસંધાન જાળવી રાખે છે. એને કલ્પનાના તારાલોક સાથે નથી જોડાવું. ડાયરી ભૂતકાળનો ખજાનો છે અને વર્તમાનની સીખ છે જે અંતે ભવિષ્યનો રાહ નક્કી કરી શકે. એ રીતે પહેલા શેરને છેલ્લા શેર સાથે જોડી શકાય. હાથમાં આવેલી તક ગુમાવવાનો વસવસો રહે જ… પણ એ યાદ રહે તો કામનું…. અને ડાયરી એમાં સાથીસંગી ખરી ને !

28.12.20

Purushottam Mevada, Saaj

13-04-2021

આદરણીય શાયર રાહી સાહેબનો આજે જન્મ દિવસ, સાથે એમની સરસ ગઝલ માણી.


કવિ વિવેક ટેલરનુ અદ્ભુત ગીત, આનંદ અને મલકાતાં માણ્યું.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top