🥀🥀
*બે શેર*
એવી આ બધી માયાને સમજી લઈએ
પહેલાં પ્રથમ આ દુનિયાને સમજી લઈએ
ઈશ્વર એ પછી સહેજમાં સમજાઈ જશે
એકવાર અમો પોતાને સમજી લઈએ
~ ઓજસ પાલનપુરી
**
પ્રભુના સર્વ સર્જનની પ્રતિષ્ઠા જાળવું છું હું,
મરણની લાજ લૂંટીને નથી થાવું અમર મારે
~ ઓજસ પાલનપુરી (25.7.1927 – 4.10.1968)
મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ
આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ !
~ ઓજસ પાલનપુરી
કવિ ઓજસ પાલનપુરીની આ ગઝલ કાવ્યવિશ્વ પર મુકાઇ ગઈ છે. આ સિવાય ઉપરના બે શેર મળે છે. આ ઉપરાંત કોઈ રચના કોઈ પાસે હોય તો શેર કરવા વિનંતી. આપ નીચે કોમેન્ટમાં મૂકી શકો છો. અથવા મને. આભાર. – લતા હિરાણી
*ચાહવું એટલે…*
તને ચાહું છું એટલે હું
ઓગળતો રહ્યો છું સતત
બરફની જેમ,
પણ ચાહવાના અર્થને
પામી શક્યો નથી.
કદાચ, તને ચાહવું એટલે…
ધોધમાર વરસાદમાં
કોરાકટ્ટ રહી જવાની
ઘટના હશે…!
તને ચાહવું એટલે…
વૃક્ષ થઈને ફળ્યા વગર રહી જવાની
ઘટના હશે…!
કે પછી
તને ચાહવું એટલે
ભર વસંતે
પાનખરનો અભિશાપ હશે…!!!
તને હું પૂછી શકું..…
કે તને ચાહવું એટલે?!
~ દુર્ગેશ ઉપાધ્યાય (25.7.1954)
ખૂબ સરસ સરસ શેર છે.