
🥀 🥀
મારી આંખોમાંથી
બહાર ધસી આવતા આંસુઓ
ત્યાં જ અટકો.
પાછા આંખની બખોલમાં લપાઈ જાઓ.
તમે ક્યાં અષાઢનાં મેઘબિંદુ છો?
અહીં કોઈ ચાતક તમને આવકારશે નહીં
તમે ક્યાં સ્વાતિ નક્ષત્રનું જળબિન્દુ છો?
અહીં કોઈ છીપલા મોતી બનાવશે નહીં
તમે ક્યાં હળધરની આંખનો વિસામો છો?
કોઈ રોપાઓને તમારી જરૂર નથી
એટલે જ કહું છુ:
મારી આંખનાં આંસુઓ,
પાછા આંખની બખોલમાં લપાઈ જાઓ.
~ કપિલા મહેતા
કહેવાય છે કે સ્ત્રીઓની રચનાઓમાં વિષયો મર્યાદિત હોય છે. આ કવિતા વાંચીને આપ સહમત થશો કે પોતાની લાગણીની અભિવ્યક્તિનું ઊંડાણ સ્ત્રીઓ પાસે કેટલું જબરદસ્ત હોય છે !

વેદનાને વાચા આવી હોય તેવું સબળ કાવ્ય
આપની સાથે સહમત છું, ખૂબ જ ચોટદાર અભિવ્યક્તિ છે આ કાવ્યમાં.
ખુબ સરસ કાવ્ય આપની વાત સાચી છે અભિનંદન