કમલ પાલનપુરી

પીડા કંઇ અવતારી ન્હોતી

ને એથી ગણકારી ન્હોતી.

મારું પણ દુર્ભાગ્ય હતું કે,

સામા ઘરને બારી ન્હોતી.

બદલામાં કંઈ પણ લીધું નૈ,

મારી મા વેપારી ન્હોતી.

ક્યાંથી ઊગીતી ઈચ્છાઓ,

દિલમાં એક્કે ક્યારી ન્હોતી.

ક્યાંક થશે હાવી મારા પર,

યાદ કદી લલકારી ન્હોતી.

દર્દ, ગઝલમાં બદલી દેવા,

આગ હૃદયની ઠારી ન્હોતી.

એને ખુશ કરવા મેં કબૂલી,

હાર કમલઅણધારી ન્હોતી.

~ કમલ પાલનપુરી

ટૂંકી બહરના, ગમી જાય એવા મજાના શેર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

12 thoughts on “કમલ પાલનપુરી”

  1. કમલ પાલનપુરી

    કાવ્યવિશ્વ એડમીન અને પરિવારનો મારી રચના પસંદ કરવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું.

  2. હરીશ દાસાણી.મુંબઈ

    કમલ પાલનપુરીની આ કવિતા હળવા હાથે આપણને ભૌતિક વિશ્વમાંથી ઊંચે ઊંચકી લે છે.

Scroll to Top