તે પંખીની ઉપર પથરો ~ કલાપી
તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,
છૂટ્યો તે ને અરર ! પડી ફાળ હૈયા મહીં તો
રે રે ! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.
મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે ત્હોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે ? જખમ દિલનો ક્રૂર હસ્તે કરેલો !
ક્યાંથી ઊઠે ? હૃદય કુમળું છેક તેનું અહોહો !
આહા ! કિન્તુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,
મૃત્યુ થાશે ? જીવ ઊગરશે ? કોણ જાણી શકે એ ?
જીવ્યું, આહા ! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરી ને.
રે રે ! કિન્તુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે ત્હોયે ડરી ડરી અને ઈચ્છતું ઊડવાને;
રે રે ! શ્રદ્ધા ગત થઈ પછી કોઈ કાળે ન આવે,
લાગ્યા ઘાને વિસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.
~ કલાપી (26.1.1874- 10.6.1900)
જીવન પ્રત્યે કેટલો ઊંડો અને ચિંતનાત્મક અભિગમ ! માનવી પ્રેમમાં પૂરેપૂરો રસાયેલો હોય ત્યારે પ્રેમ માનવીને નશો આપે છે તો વિરહ એને ગજબની ઊંચાઈએ પહોંચાડે છે. આગમાં તપીને સોનું શુદ્ધ થાય એમ જ….
રાજવી કવિ કલાપીનું અતિ વિખ્યાત કાવ્ય, કવિના જન્મદિવસે સ્મૃતિવંદના સહ.
26.1.22
***
છબીલભાઈ ત્રિવેદી
27-01-2022
આજે કવિ કલાપી નો જન્મદિવસ તેની ખુબ જાણીતી રચના ખુબ ગમી
Dr. Prabhakar Kharod
27-01-2022
Kalapi has always been a PremRas not only his Premika whom he could not merry because of social constraints but his heart dripped like a Rajhans but his PremRas got diverted in Ishwar’ s
Chanavind
I still remember one of Gujarati teacher especially in ‘B’ class where all the girls where there and he started being Romantic and I stood up politely and resisted he stopped momentarily but asked me to give some explanation next day MY father ‘Bapa’ was a genius of languages and I told him about the incidence He spent 1 hour and gave me quotes from ShubhashitRatnabhandadaram and next day morning in morning Prarthana my beloved HeadMaster J C Vaishnav asked me to present Suvichar of the day and I presented the spiritual theme behind the ?Romantic
