કવિ કૈલાસ પંડિત ~ આર.પી.જોશી * Kailas Pandit  

મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
મારા  ગયા  પછી જ મારી વાત થઈ હશે. ~ કૈલાસ પંડિત

પરંપરિત ગુજરાતી ગઝલને દ્રઢમૂલ કરનાર શાયરો પૈકીના એક અગ્રણી શાયર કૈલાસ પંડિત. આ કવિની માતૃભાષા हिन्दी હોવાં છતાં ગુજરાતી ગઝલ ક્ષેત્રે એમનું યાદગાર પ્રદાન છે.

પોતીકા ભાતીગળ ભાવસંવેદન અને સરળતાસભર બાનીમાંય ઊંડાણ અને ઊંચાઈને તાકતા આ શાયરે  1994 માં એટલે કે ફક્ત 53 વરસની ઉમરે ચિર વિદાય લીધી.

કવિના કાવ્યસંગ્રહો

દ્વિધા 1978 2. સંગાથ 1983 3 ઉમળકો 1991 4. ખરાં છો તમે 1995 (સમગ્ર કવિતા)

સુખનવન કવિ (સંપાદન દસ પુસ્તિકાઓ)   

આ શાયરના કેટલાક લોકપ્રિય શેરને માણીએ :

હું નથી થાક્યો હજી સંબંધથી,
લાકડી અળગી કરો ના અંધથી

શબ્દ તો ઘોડા બનીને આવતા,
અર્થ તો અસવાર થઈને હાંફતા

ભૂલી જવાનો હું જ, એ કહેતાં હતાં મને,
એવું  કહીને  એ  જ તો ભૂલી ગયાં મને.

તારી ઉદાસ આંખમાં સપનાં ભરી શકું,
મારું  ગજું  નથી  કે  તને  છેતરી  શકું.

ભૂલી જવાના જેવો હશે એ બનાવ પણ,
ક્યારેક  તમને  સાલશે  મારો અભાવ પણ.

ચમન તુજને સુમન મારી જ માફક છેતરી જાશે,
પ્રથમ એ પ્યાર કરશે ને પછી જખ્મો ધરી જાશે.

ઘડીમાં રિસાવું ! ખરાં છો તમે,
ફરીથી  મનાવું ? ખરાં છો તમે.

ન આવો છો મળવા, ન ઘરમાં રહો,
અમારે ક્યાં જાવું ? ખરાં છો તમે.

ન આવ્યું આંખમાં આંસુ વ્યથાએ લાજ રાખી છે
દવાની ગઈ અસર ત્યારે દુવાએ લાજ રાખી છે. ~ કૈલાસ પંડિત

શાયર કૈલાસ પંડિતની કલમચેતનાને નમન.

આર.પી.જોશી રાજકોટ

****

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “કવિ કૈલાસ પંડિત ~ આર.પી.જોશી * Kailas Pandit  ”

  1. ખુબજ પ્રખ્યાત રચનાકારો મા ના અેક કૈલાસપંડિત ની રચનાઓ ખુબ માણવા લાયક હોય છે અેમાયે મનહર ઉધાસ ના અવાજ મા સાંભળવી તે લહાવો છે

  2. હરીશ દાસાણી.મુંબઈ

    પારંપરિક ગઝલના ક્ષેત્રમાં કૈલાસ પંડિત ની રચનાઓ લોકપ્રિય છે.

Scroll to Top