કવિ રાવલ ~ ભવ્યતા લાગે * Kavi Raval

ભવ્યતા લાગે ભયાનક 

ભવ્યતા લાગે ભયાનક શક્ય છે
શક્યતા સામે પરાજય શક્ય છે.

સ્પષ્ટતા કરવી ઘણીએ હોય પણ
સાવ થઈ જાઓ અવાચક શક્ય છે.

પ્રેમની પેચીદગીને તો જુઓ
કારણો એના અકારણ શક્ય છે.

ખુશ છે ભૂલી જઈને એ બધું
ઢોંગ કરતા હો મહાશય શક્ય છે…

બોલવાની રીત બદલે અર્થને
શબ્દમાં ના હો તફાવત શકય છે.

માર્ગમાં છુટ્ટા પડેલાં હોય જે
તે મળે સામે અચાનક શક્ય છે.

જિંદગીભર માનતા હો જે ગલત,
અંતમાં લાગે બરાબર શક્ય છે.

કવિ રાવલ

એક તેજસ્વી કલમ.

મત્લાનો શેર નક્કર વાસ્તવિકતાથી ભરપૂર અને છેલ્લો શેર એક ઊંડી સમજણથી છલોછલ !

વચ્ચેના શેર પણ સરસ.   

OP 7.4.22

આભાર

09-04-2022

આભાર મેવાડાજી, છબીલભાઈ

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર.

છબીલભાઈ ત્રિવેદી

08-04-2022

જિંદગી ભર માનતા હો જે ગલત અંતે લાગે અે ખરુ શક્ય છે વાહ કવિ રાવલ ની સરસ મજાની રચના ખુબ ખુબ અભિનંદન

સાજ મેવાડા

07-04-2022

ખૂબ સરસ ગઝલ, બધાજ શેર કાબિલે દાદ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top