દૂર જવાનાં કોઈ બહાના લાખ ધરે છે
ને મારી ધીરજની કાયમ રાખ કરે છે.
બાકી ક્યાં છે ! આ કાયામાં કોઈ ચેતન
કોઈને જોવા ખાલી બે આંખ ફરે છે.
વૃક્ષ કને સમજું સમજણનો દીવો રાખી
એનાં સપનાની સો લીલી શાખ હરે છે
પ્રણ લેજો ચાતક જેવું, પરવાના જેવું
કમજોર મહોબતને ખાટી દ્રાખ વરે છે
આશાને જલ્દી મરવા ના દેજો ‘કાજલ’!
એની ચાહત આ દુનિયાથી લાખ પરે છે.
– કાજલ કાંજિયા ‘ફિઝા’
કવિતામાં નવા સ્ત્રી અવાજોમાં એક નામ એટલે કાજલ કાંજિયા. બહુ ઓછા સ્ત્રી સર્જકો ઉપનામ રાખે છે એટલે ‘ફિઝા’ એ વિશેષ. ઉર્દુ શબ્દ પસંદ કર્યો એ ગઝલ પ્રીતિ. જો કે એમણે છંદમાં, લયમાં વધારે ચોકસાઇ રાખવાની, ચુસ્ત રહેવાની જરૂર છે એટલું કહીશ જ. એ પછીય એમના શેરોમાં કાવ્યસુગંધ વરતાઈ એનો આનંદ તમારા સૌ સાથે વહેંચું છું.
17.8.21
Sarla Sutaria
21-08-2021
કાજલના વ્યક્તિત્વ જેવી જ સુંદર ગઝલ ??????
Sarla Sutaria
21-08-2021
કાજલના વ્યક્તિત્વ જેવી જ સુંદર ગઝલ ??????
Kajal kanjiya
19-08-2021
પ્રતિભાવ આપનાર શ્રી વિવેક ટેલર સર, સુરેશચંદ્ર રાવલભાઈ,છબીલભાઈ ત્રિવેદી, વારિઝ લુહાર સર,ડૉ. પુરુષોતમ મેવાડા સર,પ્રફુલ પંડ્યા સર આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આપના અને લતાબેનના સુચનો સર આંખો પર .
સુરેશ’ચંદ્ર’રાવલ
18-08-2021
રદીફ કાફિયા દરેક શેરમાં બદલાતા રહ્યાં છે એટલે ગઝલમાં કદાચ લય ખોડંગાતો લાગે…પણ એકંદરે સારી ગઝલ છે…
રદીફ એક જ રાખી વધું સરસ કામ થઈ શકે…! છતાં કાવ્ય ગમ્યું…!
આભાર આપનો
17-08-2021
આભાર વિવેકભાઈ, છબીલભાઈ, વારિજભાઈ, મેવાડાજી અને પ્રફુલ્લભાઇ.
કાજલ, આનંદ આનંદ
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌનો આભાર.
છબીલભાઈ ત્રિવેદી
17-08-2021
આજનુ કાજલ કાંજીયા, ફિજા, ની રચના માણવા લાયક આપે કહ્યુંતે પ્રમાણે તાજગી સભર શેર પરંતુ આપ આક્ષેત્ર ના ખુબજ અનુભવી છો અેટલે આપે જે ટકોર કરી તેને રચના કાર અનુસરશે ખુબ સરસ રચના આભાર લતાબેન
Kajal kanjiya
17-08-2021
Thank you so much Lata Di
Varij Luhar
17-08-2021
કાજલ કાંજિયા ની બેવડાં કાફિયા ની ગઝલ ગમી..
ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ
17-08-2021
ફેસબુક ઉપર ‘કવિયત્રી ‘ફીઝા’ની રચનાઓ વાંચું છું. આ ગઝલ પણ સરસ છે.
પ્રફુલ્લ પંડ્યા
17-08-2021
“કાવ્ય વિશ્વ” નવાં અવાજો માટે એક સ-રસ પ્લેટફોર્મ પૂરો પાડે છે. શ્રી કાજલ કાંજિયા ગઝલનાં ક્ષેત્રે એક નવું નામ.
સરસ ગઝલ ! નવી નવી કવિયિત્રીઓ કવિતાનાં ક્ષેત્રે સુંદર કામગીરી બજાવી રહી છે તે આનંદની વાત !
પ્રફુલ્લ પંડ્યા
Vivek Tailor
17-08-2021
સરસ રચના
