કાજલ કાંજીયા ~ શરૂથી કહું છું * Kajal Kanjiya

નથી

શરૂથી કહું છું હારવું નથી
ને તારી સામે જીતવું નથી

વિચારવાની વાત એ છે કે
હવે કશું  વિચારવું નથી

નયન થયાં હઠીલા,ને નજર!
નજરને કાંઈ તાકવું નથી!

અવરની કાંઈ પણ તમા ક્યાં છે!
છે મારું એ ય રાખવું નથી

ચિરંજીવી  થજો  તમે બધાં
શતાયુ મારે માગવુ  નથી

પૂછે છે શ્વાસ ઉચ્છવાસ એમ
પ્રભાત કેમ લાવવું  નથી !?

સૂનું  થઈ  જશે  આ  પાંજરું
ને   એટલે  જ  જાગવું  નથી

~ કાજલ કાંજિયા ફિઝા

નહીં

ધારો એવું કંઇ થાય નહીં
એ અણધાર્યું કહેવાય નહીં

પાષાણ હશે એ ક્ષણ ; જ્યારે
પાણી,આંસું પરખાય નહીં

સૂરજ સામે રાખો વાદળ
તો કંઈ સંધ્યા થઈ જાય નહીં!

સામે છે સુંદરતાનો તાજ
શું મારે એ પહેરાય નહીં!

છે સુખ તારાય વગર એવું
નાટક ઝાઝું ભજવાય નહીં.

~ કાજલ કાંજિયા ‘ફિઝા’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

9 thoughts on “કાજલ કાંજીયા ~ શરૂથી કહું છું * Kajal Kanjiya”

  1. મારી ગઝલને આપની વેબસાઈટ કાવ્યવિશ્વમાં સ્થાન આપવા બદલ
    કાવ્યવિશ્વની પૂરી ટીમ અને આપની ખૂબ ખૂબ આભારી છું🙏❤️

Scroll to Top