કાન્ત ~ વસ્યો હૈયે તારે * Kant

વસ્યો હૈયે તારે
રહ્યો એ આધારે :

પ્રિયે, તેમાં મારે પ્રણય દુનિયાથી નવ થયો!
નવા સંબંધોનો સમય રસભીનો પણ ગયો!

નહિ તદપિ ઉદ્વેગ મુજને :
નયન નીરખે માત્ર તુજને :

હરે દૃષ્ટિ, વ્હાલી! સદય મૃદુ તારી જ રુજને!

સદા રે’શે એવી :
સુધાવર્ષા જેવી :

કૃતી માનું, દેવી! ક્ષણ સકલને જીવન તણી :
પ્રમત્તાવસ્થામાં નજર પણ નાખું જગ ભણી!

~ કાન્ત

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “કાન્ત ~ વસ્યો હૈયે તારે * Kant”

  1. કાન્તની પદાવલિ ધ્યાનાર્હ છે .ભાવ સાથે વંદન.

  2. ઉમેશ ઉપાધ્યાય

    વાહ, સુંદર રચના 👌🏻👌🏻👌🏻👌🏻

Scroll to Top