કિરણસિંહ ચૌહાણ ~ આ બધું

આ બધું તારું જ છે,
હા, બધું તારું જ છે.

કાંઈ ના આપી કહ્યું,
જા, બધું તારું જ છે.

અહીં કશું તારું નથી,
ત્યાં બધું તારું જ છે.

સ્વર્ણનો ઢગલો કર્યો,
ખા, બધું તારું જ છે.

‘સા’થી લઈને ‘સા’ સુધી  (બીજો ‘સા’ તાર સપ્તકનો)
ગા, બધું તારું જ છે.

મારું છે કંઈ ? બોલને !
ના… બધું તારું જ છે. – કિરણસિંહ ચૌહાણ

આટલી ટૂંકી બહેરની ગઝલમાં પણ કાવ્યત્વ સિદ્ધ થઈ શકે એની સાબિતી. અઘરું કામ છે આ જ્યારે ‘બધું તારું જ છે’ જેવો રદ્દીફ ! ‘હા, જા, ખા, ગા’ જેવા એકાક્ષરી અક્ષરોના રણકાર ઊઘડે છે અને એમ એનું સૌંદર્ય પણ નિખરે છે…. 

8.10.21

***

વિવેક મનહર ટેલર

09-10-2021

મસ્ત કૃતિ
ફરી માણવી ગમી

છબીલભાઈ ત્રિવેદી

09-10-2021

આજનુ કિરણસિંહ ચૌહાણ નુ કાવ્ય ખુબજ ગમ્યું જુદા જુદા પ્રકારના કાવ્યો માણવા મળે છે તેનો ખુબ આનંદ છે અને આપના દ્નારા આપેલો કાવ્ય સાર ઘણુ જાણવા મળે છે ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

Varij Luhar

08-10-2021

જા, બધું તારું જ છે… વાહ

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

08-10-2021

ખૂબ જ સરસ ટૂંકી બહેરની ગઝલ. વાહ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top