🥀🥀
આંગણાનું ઝાડ આજ કાઢે બળાપો
મારી ચકલી ખોવાઈ કોઈ શોધી આપો
કેવાં દિવસો હતાં શું રે કહું!
ચકલી મારામાં ને હું ચકલીમાં રહું
ઝાડ થઈ ચકલી હિલ્લોળા લેતી
ને ચકલી થઈ કલબલ કર્યા કરું હું
દિવસો એ મજાના કોઈ ખોળી આપો
મારી ચકલી ખોવાઈ કોઈ શોધી આપો
ઘડીમાં આભે તો ઘડીમાં ડાળે
આભ અને ઝાડનો સેતુ જાણે
તડકા છાંયાનું રમકડું લઈને
રમતી’તી ડાળીનું બાળકડું જાણે
કોઈ વાયરામાં એનો કલરવ ઘોળી આપો
મારી ચકલી ખોવાઈ કોઈ શોધી આપો
કરતી’તી માળો એ મારે ખોળે
પણ વસતુ’તું હું જઈ એની સોડે
હવે એના વિનાં કોણ ખુંદે મને
એના વિનાં કોણ કલરવ ઢોળે
મને પાછી એ ચકલીઓની ટોળી આપો
મારી ચકલી ખોવાઈ કોઈ શોધી આપો
~ કિરણ જોગીદાસ ‘રોશન’
વિશ્વ ચકલીદિને
શહેરોમાં ખોવાયેલી ચકલીને

ખૂબ ખૂબ આભાર લતા દીદી ❤️🙏🙏😊
સહિયારો આનંદ
સાંપ્રત રચના ખુબ સરસ
વાહ! સરસ રચના
Nice
બહુ જ સરસ રચના વાહ. આભાર કાવ્ય વિશ્વ
બહુ જ સરસ રચના વાહ. આભાર કાવ્ય વિશ્વ