
🥀🥀
*Love at frist sight*
બે જણાની એ રીતે આંખો મળી છે,
એક સાંકળની જ જાણે બે કડી છે.
આંખથી પીતાં રહ્યાં બંને પરસ્પર,
બેય તરસ્યાં, બેયની સામે નદી છે.
હોઠને દુષ્કાળ શબ્દોનો નડ્યો પણ,
બોલકી આંખોએ માંડી ગોઠડી છે.
છાતીએ થડકાની આખી લૂમ ફૂટી,
ને નસો તો રક્તની ધસમસ નદી છે.
બેય હૈયે એકસરખો નાદ ઉઠ્યો,
તું જ, કેવળ તું જ મારી જિંદગી છે.
બેયના હૈયે પૂજારી ભાવ જાગ્યો,
બેય માટે એકબીજા શ્રી હરિ છે.
~ કિશોર બારોટ
આહાહા, કેવું મીઠું, કેવું મધુરું ને કેટલું વાસ્તવિક અને છતાંય ઉદાત્ત !!!!
પ્રેમનો ખરી સમજ અને ખરો અર્થ
સલામ કવિ !

એકમેકની સકારાત્મક અભિવ્યક્તિ. ગઝલોમાં ઓછી જોવા મળતી સંવેદના… ખૂબ ખૂબ અભિનંદન, કવિ
વાહ! કિશોરભાઈ!
વાહ, કિશોર દા, મસ્ત ગઝલ.
વાહ વાહ અને વાહ…!
ખૂબ સરસ…સમયોચિત…
કવિ અને રજૂકર્તા ને ઝાઝેરા અભિનંદન