ના સૂરજ, ના દીવો..
હું અકિંચન કાચનો કટકો.. બનું કોઈ અરીસો!
ઝગમગતા આ દીવા જેવું બળવાનું મન થાતું,
કોઈ ક્ષિતિજે સૂરજ થૈને પ્રગટવાનું મન થાતું.
ના સળગું, ના પ્રગટું, હું બસ ઝીલું ઝળહળ બિંબો
દીવાનું પણ મુખ ઝળકાવું એવો આવે અવસર
સાવ અંધારા ખૂણામાં હું દોરું સૂરજ નવતર.
ચાંદરણાંથી તમસ વચાળે મારું ઝલમલ ચીરો.
ના સૂરજ, ના દીવો..
હું અકિંચન કાચનો કટકો.. બનું કોઈ અરીસો!
~ કુમાર જિનેશ શાહ

સરસ છે ધન્યવાદ
સરસ રચના ખુબ ગમી
ઝગમગતા આ દીવા જેવું બળવાનું મન થાતું,
કોઈ ક્ષિતિજે સૂરજ થૈને પ્રગટવાનું મન થાતું.
સરસ.
વાહ સરયૂબેન
દોરું સૂરજ નવતર