કૃષ્ણલાલ શ્રીધરાણી ~ ગહન ઘનશ્યામ Krushnalal Shridharani * સ્વર Shraddha Shridharani

ગહન ઘનશ્યામની મધુર રવ મોરલી
ગગનપટ ઊભરતી પ્રણયનાદે
ઉભય અશ્વિન કરે તાલ મૃદંગના
ગગન-ગોરંભ ભરી મેઘનાદે

દિવ્ય સૂર-તાલ સૂણી ગગનની ગોપિકા,
મૂર્છના વાદળી-વૃંદ જાગે;
તાલ કરતાલ ધરી, પ્રણય નયને ભરી,
મલપતી સરકતે નૃત્ય-પાદે..

સહુ દિશા આવરી રાસકુંડળ રચ્યું
ઝડપ પદતાલથી રાસ જામે;
અંગ કટિભંગ કરી, નયન નર્તન કરી,
કાન ગોપી હ્રદય ઐકત્ર પામે..

નયન નયને ઢળ્યાં, વીજ ચમકા થયા,
મદનમદ નૈન મરજાદ મેલેઃ
હાસ્ય-મોજાં ચડ્યાં, ગાલ ગોળા થયા
હર્ષ-અશ્રુ ખરી પૃથ્વી રેલે..

~ કૃષ્ણલાલ શ્રીધરાણી

અદભૂત સ્વર અને એવું જ સ્વરાંકન. જરૂર સાંભળો

સ્વર અને સ્વરાંકન ~ શ્રદ્ધા શ્રીધરાણી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “કૃષ્ણલાલ શ્રીધરાણી ~ ગહન ઘનશ્યામ Krushnalal Shridharani * સ્વર Shraddha Shridharani”

  1. શ્રીઘરાણીની ઉત્તમ કવિતાઓ. એક નવું જ ભાવવિશ્વ ઉંઘડે છે .

  2. 'સાજ' મેવાડા

    વાહ, ખૂબ સરસ પ્રતિકો સાથેનું કૃષ્ષ ગોપીનું સાસ ગીત.

  3. મનોહર ત્રિવેદી

    બહેન શ્રદ્ધાને બેત્રણ વાર રૂબરૂ સાંભળી છે. મને ગમતા કવિ. હું, પ્રહ્લાદ પારેખ, કૃ શ્રીધરાણી, જયંતીલાલ સોમનાથ દવે એક ગુરુ (નાનાભાઈ ભટ્ટ : દક્ષિણામૂર્તિ) ના વિદ્યાર્થીઓ. દાયકાઓનું અમારી વચ્ચે અંતર પણ ગૌરવ તો થાય જને, લતાબહેન!

  4. સુરેન્દ્ર કડિયા

    અદભુત .. શ્રીધરાણીનું સુંદર કાવ્ય અને સ્વરાંકન

  5. હરીશ દાસાણી

    કાન્તની યાદ આવે તેવી લલિત કોમળ પદાવલિથી મનને પ્રસન્ન કરતું આ ગીત સરસ અવાજથી અને અનુકૂળ સ્વરાંકનથી યાદગાર બન્યું છે.

Scroll to Top