કૃષ્ણલાલ શ્રીધરાણી ~ વાદળના મ્હેલમાં & આજ વાદળીએ * Krushnlal Shridharani * સ્વર Amar Bhatt

*ઝાકળનું ગીત*

વાદળના મ્હેલમાં બાર બાર બાળકી,
          તેરમી હું બાળકી રોતી જી રે !
આંસુમાં જનમી ને આંસુમાં જીવતી,
          વન વન વેરતી મોતી જી રે !

ફૂલડાં અપારને નથડી નથાવી,
          ખડ ખડ મોતી પરોતી જી રે !
કુમુદિની કાનમાં મૂકું લવિગડાં,
          હીરલા ગૂંથું હું ગોતી જી રે !

~ કૃષ્ણલાલ શ્રીધરાણી

*આજ વાદળીએ*

આજ વાદળીએ આખી રાત વરસ્યાં કીધું.
મેહુલાએ માંડી મીટ ધરણીએ પ્રેમરસ પ્યાલું પીધું…

નદીઓનાં નીરમાંહી જોબન ચડ્યાં
એની ફાટ ફાટ કાય, એની છાતી ના સમાય
ટમકીને મેઘલાએ ચુંબન મઢયાં …

ઉરને એકાન્ત ગોખ એકલતા આરડે !
કોઈ આવો વેચાઉં, જ્યાં દોરો ત્યાં જાઉં;
મારાં અંગ અંગ ભૂખ્યાં,
ઝરો પ્રેમરસ! સૂક્યાં;લઇ જાઓ!

આ એકલતા શેય ના સહાય!
વર્ષા રડે, રડું હું તોય ના રડાય…

કવિ: કૃષ્ણલાલ શ્રીધરાણી (16.9.1911 – 23.7.1960)

સ્વરકાર: અમર ભટ્ટ * ગાયક: ગાર્ગી વોરા * વાદ્યસંગીત નિયોજન: અમિત ઠક્કર * આલબમ: શબ્દનો સ્વરાભિષેક: 5

જુઓ સર્જક પરિચય :

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “કૃષ્ણલાલ શ્રીધરાણી ~ વાદળના મ્હેલમાં & આજ વાદળીએ * Krushnlal Shridharani * સ્વર Amar Bhatt”

  1. kishor Barot

    મુખડા વિનાનું પ્રયોગશીલ મજાનું ગીત ઝાકળનું ગીત..

Scroll to Top