કેતન ભટ્ટ ~ થોડીક પંક્તિઓ Ketan Bhatt

તું મોકલને છીપલાં, મહીંથી મોતી વીણી લઈશું
દિવસના કરી દે ઢગલા, ગમતા શોધી લઈશું.***

ડગલે પગલે ચાલે સઘળું, પડછાયાની વાટે
મીંઢળથી ખાંપણ સુધીની યાદો ચાલી સાથે
અહીંથી એના પડઘા ક્યાંક હેડકી રૂપે પહોંચે
આજ સ્મરણોનાં ટોળાં આખી એકલતાને તોડે.***

તમે અંતિમ ક્ષણે આવીને ગંગાજળ ધરી દીધું
અમે તો જિંદગી આખી હળાહળને પચાવ્યાં છે.***

અંજળ ખૂટયા શબ્દો ખૂટયા, વધી પડ્યા તે વર્ષ હતા
આભે ઊડતાં પંખી જાણે ધરતી પર પટકાયા.***

જગતભરની એ માળા ફેરવીને ખૂબ થાક્યો છે
ચરણ એના હવે પાછા વળીને ઘેર આવે છે.***

~ કેતન ભટ્ટ

કવિ કેતન ભટ્ટનો આ પ્રથમ કાવ્યસંગ્રહ. એમાં ગીતો વધારે છે.

પત્ની રાજુલનો કોરોનામાં અકાળે સાથ છૂટ્યો અને ત્રીજી જૂન 2023 એટલે કે રાજુલબેનની બીજી પૂણ્યતિથિએ યોજાયેલા સ્મરણાંજલિ કાર્યક્રમમાં કેતનભાઈના આ પુસ્તકનું વિમોચન થયું. સાથે સરસ મજાનું કવયિત્રી સમ્મેલન પણ. પરિવારપ્રેમ કેવો હોય એનું તાદૃશ ઉદાહરણ જોવા મળ્યું. રાજુલબહેનના આત્માને જરૂર શાંતિ મળી હશે.

‘કેતુ કૃતિ’ @ કવિ કેતન ભટ્ટ @ જૂન 2023

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

13 thoughts on “કેતન ભટ્ટ ~ થોડીક પંક્તિઓ Ketan Bhatt”

  1. કેતન ભટ્ટ

    આભાર લતાબેન..આપની ઉપસ્થિતીને કારણે અમને વધુ આનંદ થયો..

  2. Kirtichandra Shah

    કેતન ભટ્ટ ની કૃતિ ઘણી વખાણવા લાયક છે ધન્યવાદ

  3. અંતરની અંજલિ સમાન રચના હૈયું હલાવી નાખે છે.

  4. 'સાજ' મેવાડા

    સંજોગો માનવીને તોડી નાખશે, પણ યાદની વેદના જીરવી જવી અને કવિતા દ્વારા અભિવ્યક્તિ કરવી શાતા આપે છે.

Scroll to Top