‘લય વિલય’માંથી પંક્તિઓ
શબ્દલીલાના લયમાં વિલસી રહો નિરંતર નીરવાલય,
પ્રણવાલયના અગમનિગમમાં એ લયનો હો પૂર્ણ વિલય.**
પુખ્ત પ્રેમની પૂર્ણ કવિતા કેરું
કાલાતીતનું પરખી મૌન પગેરું**
જીવન કવન બે કદી ઠરે ના જુદા
પછી કલ્પના નહીં કરું તો ચાલે**
હાથ ચડે જો કદી કલ્પના એની આંગળીએ દોરાઉં
એને પગલે પગલે જગમાં કવિ તરીકે હું પંકાઉં**
અવર્ણ્ય આ અનુભૂતિ, ઠરે અહમની આકૃતિ;
છતાંયે જે રહ્યું સ્વમાં, રમી રહ્યું એ વિશ્વમાં.**
નમું સદા એ તત્વને,
એ વિશ્વ વ્યાપ્ત સ્વત્વને.**
ના તમા કોઈ ઓળખે એની અમોને લેશ પણ,
જીવતી કોઈ લાસના ઉલ્લાસમાં હું GREAT છું
~ ગજાનન ભટ્ટ
‘કાવ્યવિશ્વ’ને કવિ ગજાનન ભટ્ટનો કાવ્યસંગ્રહ ‘લય વિલય’ મોકલવા બદલ શ્રી રજનીકુમાર પંડ્યાનો આભાર.
‘લય વિલય’ ~ ગજાનન ભટ્ટ * માધવાશ્રમ 1991

લય વિલય કાવ્યસંગ્રહને આવકારું છું અને અભિનંદન પાઠવું છું .
સરસ મજાની પંક્તિ ઓ ખુબ ગમી
સરસ પંક્તિઓનું ચયન.
વાહ.. સરસ..