ગાયત્રી ભટ્ટ ~ અગાસી * Gayatri Bhatt

ઘર ન જાણે ~ ગાયત્રી ભટ્ટ  

ઘર ન જાણે એવું કંઇ કરતી અગાસી
ચાંદ પર ચોરી-છૂપી મરતી અગાસી

સાંજ થતાં રોજ નીરખતી અગાસી
ને સૂરજના તેજથી ડારતી અગાસી

તારલાઓ રાતભર ગણાતી અગાસી
ને સવારે ફૂલ શી ખરતી અગાસી

દેખ કેવાં ફૂલ બેઠાં વેલ પર આ
દૃશ્ય ભીનાં આંખમાં ભરતી અગાસી

હોઠ પર જ્યારે ગઝલ હોઠો લખે છે
લાગતી ત્યારે તો મધઝરતી અગાસી

એકલી છું હું અને આ ઓરડો છે
ઓરડામાં ડોકિયાં કરતી અગાસી

~ ગાયત્રી ભટ્ટ

અગાસી પણ આવી મધુર શીતળ ભીનાશ આપતી ગઝલ આપનાર ગાયત્રીબહેનને જન્મદિવસે અઢળક શુભકામનાઓ.

OP 27.4.22

આભાર

06-05-2022

આભાર છબીલભાઈ અને મેવાડાજી

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

સાજ મેવાડા

28-04-2022

શુભેચ્છાઓ. સરસ ગઝલ.

છબીલભાઈ ત્રિવેદી

28-04-2022

કવિયત્રી ગાયત્રી ભટ્ટ ની રચના અગાશી ખુબ સરસ જન્મદિવસ ની શુભ કામના સરસ કાવ્યો આપે પ્રવાસ મા હોવા છતા મુકયા છે આભાર લતાબેન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top