
રે સૈ
રોજ મેળો ભરાય મારે મેડે
રે સૈ ! મારું ઘર તો છલોછલ…
વળી ઉપરથી કોઈ રાગ રેડે
રે સૈ ! મારું ઘર તો છલોછલ…
ક્યાંક છમછમ સૂણું તો ક્યાંક વેણુ
હવે મીઠું લાગે છે મને મે’ણું
કોઈ ગમતીલું રમતીલું છેડે
રે સૈ ! મારું ઝાંઝર છલોછલ…
રોજ મેળો ભરાય મારે મેડે…
કોણ આવ્યું ને કોણ નહીં આવ્યું
મને એવું ગણતાં ન જરી ફાવ્યું
અહીં ટીપું છલકાય આપમેળે
રે સૈ ! મારું અંતર છલોછલ…
રોજ મેળો ભરાય મારે મેડે…
મારા મેડા પર આભ ઝૂકી જાતું
મને ચાંદરણું લાગ રાતું રાતું
હાય ! રાજગરો રાતે છંછેડે
રે સૈ ! મારું ભીતર છલોછલ…
રોજ મેળો ભરાય મારે મેડે…
~ ગાયત્રી ભટ્ટ
છલોછલ ભીતરને છલકાવતું ગીત. કોઈ રાગ રેડે છે તો કોઈ છમ્મ વેણુ છેડે છે…. જ્યાં ભીતર છલકાતું હોય ત્યાં ‘આવ્યા ગયાનો હિસાબ‘ ક્યાંથી હોય? ભાવકને રળિયાત કરી દેતું ગીત….

Pingback: - Kavyavishva.com
સરસ ગીત ધન્યવાદ
સરસ ગીત રચના.
ખુબ સરસ ગીત ખુબ ગમ્યુ
સરસ રચના, અભિનંદન
લતાબેન, તમે ગાયત્રી બેન ની રચના, પીડા ઉપડી છે પહેલા પ્રસવ ની” મૂકયું છે? બહુ જ સરસ છે.
સાચું
ભાવને વ્યક્ત કરતું મજાનું ગીત. અભિનંદન.
આપનું નામ ?
મીઠું લાગે છે મને મે’ણું👌👌👌
ઘણાં અલગ અને સુંદર કલ્પનો
ખૂબ જ સુંદર ગીત
ખૂબ સરસ ગીત 👌