લતા હિરાણી ~ ગીતો જે આવે છે * Lata Hirani

🥀🥀

ગીતોનું ગીત

ગીતો જે આવે છે હૈયાને દ્વાર,
એને ‘આવો ને!’ દઉં આવકાર
ઝરણાંની જેમ મને ઝીલે, એ ખીલે,
ને વણબોલ્યાં થાતાં ટહુકાર

રંગો પતંગિયાનાં પહેરી હજાર,
એ તડકા ને છાંયાની વણતાં કિનાર
વેળાનાં સરનામાં પૂછે કદી ના રે
ઓચિંતા પ્રગટે અણસાર

વણદોરે આકાશે થાતાં અસવાર,
ઊડે મનગમતા પહેરી આકાર
ભરતી કે ઓટની પરવા વિના,
ભરે કાંઠે સુગંધી અપાર
ગીતો જે આવે છે હૈયાને દ્વાર….

~ લતા હિરાણી

અખંડ આનંદ > 7-2024

મારી વાર્તા આપ નીચેની લિન્ક પર વાંચી શકો છો. આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

36 thoughts on “લતા હિરાણી ~ ગીતો જે આવે છે * Lata Hirani”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    પ્રકૃતિએ આપેલ ઉપહાર સમાન આ ગીતનું ગીત નિસર્ગદત્ત તાજગી સાથે આવે છે.

  2. દિલીપ જોશી

    અબાલ વૃદ્ધ સૌ કોઈને સમજાઈ જાય અને આનંદિત કરે એવા સરળ સહજ ગીતના વણબોલ્યા ટહુકાર માટે લતાબેન હિરાણીને ખૂબ ખૂબ અભિનંદન.

      1. kishor Barot

        ગીતના આગમનની ક્ષણોનું અદ્ભૂત બયાન, ખૂબજ સુંદર.
        અભિનંદન, લતાબેન.

  3. Pingback: 🍀30 જુલાઇ અંક 3-1226🍀 - Kavyavishva.com

  4. હસમુખ અબોટી ચંદન

    હ્રદયને સ્પર્શી જતું ગીત, સાચાં અર્થે…ઓચિંતા પ્રગટે અણસાર…બની જતું હોય છે, જે તમારી ગિરાકંદરામાંથી નીકળ્યું છે. અભિનંદન. સ્વરાંકન કરાવજો.

  5. શિવજી રુખડા

    ખૂબ સરસ.. એમાં ય બીજો બંધ લાજવાબ

  6. કૌશલ યાજ્ઞિક

    ખૂબ સરસ છે
    સાહજિક નીસરતી કવિતા ઝીલતી વાત

  7. kishor Barot

    ગીતના આગમનની ક્ષણોનું અદ્ભૂત બયાન, ખૂબજ સુંદર.
    અભિનંદન, લતાબેન.

  8. અરવિંદભાઈ દવે, ગારિયાધાર

    વાહ લતાબેન….
    ખૂબ જ સુંદર…..
    આપની રચનાની રાહ હોય છે….
    અભિનંદન….

  9. મનોહર ત્રિવેદી

    ‘ગીતનું ગીત’ – ની જમાવટ છે, લતાબહેન

Scroll to Top