ગીતા પરીખ ~ પગલું * Gita Parikh

પગલું મેં માંડ માંડ

પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
         ને તેં તો લંબાવી દીધી કેડી !
આંખોમાં અમથું મેં સ્મિત દીધું ત્યાં તો તેં
         નજરુંની બાંધી દીધી બેડી!

હૈયાનાં દ્વાર હજી ખુલ્યાં-અધખુલ્યાં ત્યાં
         અણબોલ વાણી તે જાણી,
અંધારા આભે આ બીજ સ્હેજ દેખી ત્યાં
         પૂનમની ચાંદની માણી.

પળની એકાદ કૂંણી લાગણીની પ્યાલીમાં
         આયુષની અમીધાર રેડી,
પગલું મેં માંડ માંડ દીધું’તું માંડવા
         ને તેં તો લંબાવી દીધી કેડી !

~ ગીતા પરીખ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “ગીતા પરીખ ~ પગલું * Gita Parikh”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    અહોભાવ,કૃતાર્થ ભાવ તથા સાર્થક સ્વપ્નોનું મધુર ગીત

Scroll to Top