ગુલામ મોહમ્મદ શેખ ~ પિત્તળની ચામડી * Gulam Mohammad Shekh  

🥀🥀

પિત્તળની ચામડીનો બોદો રણકાર
ચૈત્રની હવામાં ડૂસકાં ખાય છે.
યક્ષીના શિલ્પનાં ખંડિત સ્તનોને
આગિયાના ધોળા પડછાયા છંછેડે છે.

વાવના પગથિયે કામરત શૃગાલયુગલના શ્વાસનું દ્વન્દ્વ
ઉપર લીમડાનાં પાનમાં પેસી તેને ગલી કરે છે.

રાત હળવે હળવે
દિવસોનાં શ્વેત શબોને રંગે છે,
પણ ચામડીનાં છિદ્રો પુરાતાં નથી,
ઊલટાનાં પર્વત-ઝરણાંની જેમ ઝમ્યા કરે છે.

મોતના પવનો
રસ્તાની ચિરાડોમાં પ્રેમની બાષ્પથી લચી પડી, ઓગળે છે.
કૂતરાં ભસે છે.

ટાવરના કાંટા પર સમયની અવળસવળ જાંઘો ઘસાય છે.
નદીની રેતીમાં સૂતેલા લોકો પર
ઊંઘની કબરો ચણાય છે.

બાવળની કાંટ્યમાં
મરતા મકોડાના ખોળિયામાંથી નીકળી
હિજરાતો હિજરાતો
કોઈ પેગમ્બરનો જીવ પાછો વળે છે.
કૂતરાં ભસ્યાં કરે છે.

~ ગુલામ મોહમ્મદ શેખ (16.2.1937 )   

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “ગુલામ મોહમ્મદ શેખ ~ પિત્તળની ચામડી * Gulam Mohammad Shekh  ”

  1. Kirtichandra Shah

    આગીયાના ઘોળા પડછાયા …The whole of it is just terrific

  2. Surendra Kadia

    પિત્તળની ચામડી .. ખૂબ સરસ કવિતા.. ગમી ..

  3. SARYU PARIKH

    રાત હળવે હળવે
    દિવસોનાં શ્વેત શબોને રંગે છે,…

  4. કંચનભાઈ અમીન

    ગુલામ મોહમ્મદ શેખની Excellent કવિતા-સુરેશ હ જોષીએ કવિતાના આસ્વાદમાં ખૂબ તલસ્પર્શી આસ્વાદ કર્યો છે- વાંચવા જેવો છે-

Scroll to Top