ગોપાલ ધકાણ ~ અજવાળું દીઠયું મધરાતે (કાવ્યસંગ્રહ) Gopal Dhakan

🥀 🥀

ર.પા.ના અમરેલીના વાયુમંડળમાંથી ફરી એક કવિ એની ધીંગી કવિતાઓ લઈને આવે છે. કદાચ અમરેલીની માટી જ નોખી છે ! અમરેલીની હવાના સ્પંદન જ નોખાં છે. ગઝલના જાણીતા રાજમાર્ગથી ખસીને આ કવિ ગીતોના સરોવરની સહેલ કરાવે છે. એ નોંધપાત્ર બાબત. તો વિષય વૈવિધ્ય એ બીજી નોંધપાત્ર બાબત. જેમ કે – ‘કિન્નર બનેલા ભાઈની બહેનનું ગીત’, ‘સ્તનકેન્સર પીડિતાનું ગીત’, ‘શિક્ષણગાથા’, ‘શહીદની પત્નીનું ગીત’, ‘એડમીનની આંગળીનો મરસિયો’, ‘કાગડો’, ‘મોટી ઉંમરે ગર્ભાધાન’, ‘કમુરતું’, ‘ટચકિયું’, ‘આગિયાનું લગ્નગીત’ વગેરે…. આ ઉપરાંત સ્વસંવેદનભર્યાં ગીતો અનેક…. પ્રકૃતિના સુંદર ચિત્રણ પણ આ કવિના ગીતોમાં સમાયા છે.  ગીતસ્વરૂપ પર કામ કરતા કવિ લખે છે, “ગીતનો દેહ એક પીંછા જેટલો હળવો હોય અને છતાં એનો સ્પર્શ રોમાંચિત કરનારો હોય એવું મારી અલ્પમતિથી સમજ્યો છું.”

કવિ મધરાતે અજવાળું પામી શકે કે રણમાં ભર્યાં સરોવરની ભીનાશ માણી શકે. આમ જ શબ્દોના ભીના અજવાળામાં એમને કલમ મહોરતી રહે.

કાવ્યવિશ્વમાં કવિના આ સંગ્રહનું સ્વાગત છે.

અજવાળું દીઠયું મધરાતે* ગોપાલ ધકાણ * સ્વયં 2024

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

18 thoughts on “ગોપાલ ધકાણ ~ અજવાળું દીઠયું મધરાતે (કાવ્યસંગ્રહ) Gopal Dhakan”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    અનોખા ભાવ લઈ આવેલ ગીતો

  2. મુકેશ દવે

    અનોખો કવિ
    ગુજરાતી સાહિત્યમાં ઘણું સાતત્યપૂર્ણ યોગદાન આપશે એમાં બેમત નથી.

  3. Jagrat Vyas

    સરસ ગીત રચના છે ગોપાલભાઈ. અભિનંદન 🌹

  4. ભૂપતભાઈ વનરા

    રસાસ્વાદ માણી હૃદય માં સ્પંદન થાય.ખૂબ ખૂબ અભિનંદન

Scroll to Top