ઘર છે જ નહિ – તો બોલ, ક્યાંથી હોય સરનામું ? !
આ સ્પષ્ટતા મારી – બની ગઈ એક ઉખાણું…
આંખો જરા પહોળી કરી – પાછા જુવે સામું
વણઝારને હોતું હશે ક્યારેય ઠેકાણું ? !…
જીવન ગતિ છે – ચાલ તેની માપતા લોકો..
જાણે કરે ધંધો, હિસાબો ને લખે નામુ…
મારી ફકીરી જાતનો સૌ ધર્મ પૂછે છે…
મન થાય તે કરવાનું ને હરવાનું, ફરવાનું..
અટકળ અને પ્રશ્નાર્થ ને આશ્ચર્યની વચ્ચે
વ્યાખ્યા કરી – ‘મારાપણું’ હું કેમ સમજાવું ? ! ? !
પ્રથમ શેરની પ્રથમ પંક્તિ એક સુખદ આશ્ચર્ય આપી જાય છે. સમાજ સામે સવાલો મૂકતા આ કવિ છેલ્લી પંક્તિમાં જાણે – ન પૂછશો કંઇ મને – અને પોતે પોતાનામાં જ રહેવાની જાણે જાહેરાત કરી દે છે. લોકો એને કદી સમજી શકવાના નહીં, સ્વાભાવિક છે…
અમેરિકાના કવિ એલન જિન્સબર્ગ લખે છે, “Follow Your Inner Moonlight; Don’t Hide The Madness.“ (તમારા ભીતરની ચાંદનીને અનુસરો, આવારગીને સંતાડો નહીં) અહીં એનું સ્પષ્ટ દર્શન દેખાય છે.
23.11.21
છબીલભાઈ ત્રિવેદી
25-11-2021
આાજનુ કવિ રાવલ નુ કાવ્ય ખુબજ ગમ્યું ઘર છેજ નહીં સરસ મજાના અને અવનવા કાવ્યો માણવા મળે છે તે કાવ્યવિશ્ર્વ ની સફળતા છે આભાર લતાબેન
Varij Luhar
24-11-2021
ઘર છે જ નહીં… વાહ
