🥀 🥀
*લહેર પડી ગઈ, યાર !*
મારું મન
વિપરીત સ્થિતિમાં પણ
શાંત રહી શકતું હોય
હું ખડખડાટ
હસી શકતો હોઉં
અને
ઘસઘસાટ ઊંઘી શકતો હોઉં
મને ભૂખ
અને થાક
અને પ્યાસ
લાગી શકતાં હોય
મહારોગ
કે
દેવું ન હોય
મારું પોતાનું એક ઘર હોય
અને
એની નીચે મારાં સ્વજનો સાથે હું મારી દાલ ~ રોટી
ખાઈ શકતો હોઉં
વ્હીસ્કીનો એક પેગ લઈને
શનિવારની સાંજે
મને ગમતા મારા મિત્ર કે મિત્રો સાથે બેસીને
પ્રધાનમંત્રી દેવ ગૌડાને ગાળો બોલી શકતો હોઉં
તો
થૅંક યૂ, ગૉડ !
મારી યોગ્યતા કરતાં તે મને ઘણું વધારે આપી દીધું છે!અને
જીવનના છેલ્લા દિવસ
સુધી બસ આટલું રહી શકે તો..
મરતી વખતે હું કહીશ..
લહેર પડી ગઈ, યાર !
~ ચંદ્રકાંત બક્ષી

ખુબ સરસ વાત કાવ્ય દ્વારા ખુબ ગમી
ચંદ્રકાંત બક્ષીની જાણીતી રચના, સંતોષી જીવનનો આભાર, વાહ.