મને વાગે ભણકારા કોક આવશે,
કયા સાજ ને શણગાર સાથ લાવશે!
એડીના ધસમસતા ધમકારા વાગતા
ને વીંઝાતા હાથના ઓળા
શ્વાસના વંકાતા વ્હેણમાં અણદીઠા
ઘૂમરાતા મસમોટા ડોળા
લઈ આખો અવકાશ નેણ આંજશે!
વાયરે પડઘાતા હાંફભર્યા શ્વાસ
એના ઊઠતા હેલાર રોમરોમમાં,
તાતી નજરુંના તીર પલપલને પરપોટે
આવી ભોંકાય જોમજોમમાં.
કર્યાં ઊંડાણો ભીતરમાં ભારશે!
~ ચંદ્રશંકર ભટ્ટ ‘શશિશિવમ્ (17.8.1924 – 26.5.1997)
કવિ-વિવેચક, સંપાદક, અનુવાદક. ‘નિર્મિતિ’, ‘દુદાજી કાગળ મોક્લે’ વગેરે કાવ્યસંગ્રહો. ‘આપણાં ખંડકાવ્યો’ અને ‘આપણાં સૉનેટ’નું અન્ય સાથે સંપાદન.

વાહ ખુબ સરસ કાવ્ય ખુબ ગમ્યુ
સરસ 🙏🏻🙏🏻🙏🏻