ચિનુ મોદી ‘ઇર્શાદ’ ~ બિંબ છું Chinu Modi

સૂર્યનું પુષ્પે ઝિલાતું બિંબ છું,
હું દૂભાતું, કોચવાતું બિંબ છું.

તું સપાટી પર મને શોધ્યા ન કર,
પાણીમાં તળિયે લપાતું બિંબ છું.

સાવ સામે ક્યાં જરૂરી હોઉં છું?
હું અરીસામાં મઢાતું બિંબ છું.

કેમ અટકી જાઉં છું કોને ખબર?
રાત પડતાં ખોટકાતું બિંબ છું.

કાયમી માયા ગઈ ‘ઇર્શાદ’ની,
તીક્ષ્ણ પળથી ઘસાતું બિંબ છું.

~ ચિનુ મોદી ‘ઇર્શાદ’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “ચિનુ મોદી ‘ઇર્શાદ’ ~ બિંબ છું Chinu Modi”

  1. 'સાજ' મેવાડા

    કવિ, સાહિત્યકાર ‘ઈર્શાદ’ ને સમૃતિ વંદન

Scroll to Top