ચિનુ મોદી ~ તું કહે છે * Chinu Modi

તું કહે છે ~ ચિનુ મોદી

તું કહે છે કે હવે હું જાઉં છું,
હું કહું છું, દોસ્ત ! હું ભૂંસાઉં છું.

તું ખરેખર ખૂબ અઘરો દાખલો,
જેટલી વેળા ગણું, ગુંચાઉં છું.

સ્વચ્છ ચોખ્ખી ભીંત કાળી થાય છે,
એક પડછાયો બની ફેલાઉં છું.

વૃક્ષને વળગી પડેલું પર્ણ છું,
ભોંય પર પટકાઉં ને ઢસડાઉં છું.

કોઈ છે ‘ઇર્શાદ’ કે જેને લીધે,
છૂટવા ઇચ્છું અને બંધાઉં છું.

ચિનુ મોદી

કવિ ચિનુ મોદીની એક યાદગાર ગઝલ

OP 19.3.22

Kirtichandra

19-03-2022

Real Gazals Real Poetry . Wah Chinu Mody. THANK YIOU Lataben

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top