🥀 🥀
*જગ બોલશે*
તમે એક ને મન અલગ બોલશે
પછી તો દબાયેલી રગ બોલશે
ખુશી વાત વાતે જ બદલી જશે
દરદ એક થઈને અડગ બોલશે
તમે ત્યાં સુધી છેક પહોંચો પછી
તમે બોલશો એ જ જગ બોલશે
~ જગદીશ જોષી
🥀 🥀
મારા શબ્દોને વાટ વળી જતાં મેં જોયાં છે
મારા શબ્દોને ક્યાંક ઢળી જતાં મેં જોયાં છે.
કોઈવાર પંખી થઇ ઝૂલે એ ડાળીએ
ને કોઈ વાર પાંજરે અવાક
કોઈવાર એટલું એ બોલ્યા કરે કે
મને લાગે લવારાનો થાક
મારા શબ્દોને હાશ ! બળી જતાં મેં જોયાં છે
જરા છૂટા પડીને મળીને જતાં મેં જોયાં છે
કોઈ આવે છે શબ્દ મને ચીંધે છે પંથ
કોઈ આવે નહીં ને મને ચીંધે અનંત
મારા શબ્દોને સાવ ટળી જતાં મેં જોયાં છે
ખરતા ફૂલોને ફળી જતાં મેં જોયાં છે.
~ જગદીશ જોષી

તમે ત્યાં સુધી પહોંચો પછી…….સાચું
સરસ નવિન ભાવવિશ્વ
બન્ને રચનાઓ ખુબ સરસ