જયંત પાઠક ~ સાચવે તો સારું * Jayant Pathak

ઊગતો સૂરજ તને આપું છું, લે – તું એને સાંજ સુધી સાચવે તો સારું
ઝળહળતી આંખોમાં જોજે ભરબપોરે ઊતરે ના સાંજનું અંધારું.

ખરતાં ફૂલોને રોજ જોવાનાં બાગમાં
ઊગ્યાં – ના ઊગ્યાં ને ઓરાયાં આગમાં
પાંચ પાંચ પાંખડીનું આપું છું ફૂલ, એને જીવ જેમ જાળવે તો સારું,
જીવતરના વ્હેણનેય વાંકાચૂકા વહીને આખર તો બનવાનું ખારું!

રસ્તા ઘણા ને ઘણી ભૂલ ને ભૂલામણી
અધવચ્ચે અણધારી આફત ને તાવણી
રેશમની દોર એક આપું છું, લે – ન તૂટે, છેક લગી સાચવે તો સારું
અધવચ્ચે બાંધીને ખેંચી ન જાય પેલું અણધાર્યું મોત જો અકારું!

~ જયન્ત પાઠક

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “જયંત પાઠક ~ સાચવે તો સારું * Jayant Pathak”

  1. 'સાજ' મેવાડા

    કવિતા ગીત સમજતાં અર્થબોધ બદલાયા કરે, ખૂબ સરસ.

Scroll to Top