
નહોતી ખબર
રાહબર ને શોધતા મળશે ખુદા નહોતી ખબર
ને ખુદા મળતાં થઈશ હું લાપતા નહોતી ખબર
સેજ મેડી, બારસાખો, છત ને બારી સ્તબ્ધ છે
આમ બનશે ચાંદ ખુદ મારો સખા, નહોતી ખબર
પાંદડું લીલું અમે જોયું હતું બસ સ્વપ્નમાં
ને પ્રગટશે હાથ મહેંદીની ઘટા નહોતી ખબર
કેફ કરવામાં કસુંબલ આંખડીનો ના ડર્યા
કેફ ઘૂંટાતો જશે બનશે વ્યથા નહોતી ખબર
જેના હસ્તાક્ષર જીવન પર પામવા ઝૂર્યા અમે!
મુજ કફન પર દસ્તખત એના હતા નહોતી ખબર
~ જયશ્રી વિનુ મર્ચન્ટ

બધાજ શેર ખુબ માણવા લાયક
સરસ રદીફ… ગમી ગઝલ
વાહ…મુજ કફન પર…..ખૂબ સરસ રચના
ખૂબ સુંદર ગઝલ
સહજ રીતે રચાયેલી ગઝલ સરસ છે.અભિનંદન.