જીવણ ઠાકોર ~ મુંબઈથી મોટો છે * Jivan Thakor  

મુંબઈના દરિયાની માછલીનું ગીત

**

મુંબઈથી મોટો છે મુંબઈનો દરિયો
ને દરિયાના પેટમાં ખૂંચે છે માછલી
જાણે ના કોઈ વાત મુંબઈમાં આટલી
કે દરિયાના પેટમાં ખૂંચે છે માછલી.

ખરતી જાય રેત ને ફૂંકાતા વાયરે
આવે રોજ મોજાં વસમાં,
છતાં એ પરપોટા પહેરીને ફરતી ને
આપો તોય પહેરે ના ચશ્માં
શ્રીફળના નામે લઈ ભમે એ કાછલી
ને દરિયાના પેટમાં ખૂંચે છે માછલી

કોડી કે છીપલાંથી ખાડો એ પૂરે ને
મોતી થઈ નીકળતી મ્હાલવા
ખડક પર ખડકને ખડકતી જાય ને
મથે રોજ આકાશને ઝાલવા
ને થાકીને જંપે છે સ્હેજ રાત પાછલી
જાણે ના કોઈ વાત મુંબઈમાં આટલી
કે મુંબઈથી મોટો છે મુંબઈનો દરિયો
ને દરિયાના પેટમાં ખૂંચે છે માછલી.

જીવણ ઠાકોર (2.7.1945)

જન્મદિને કવિની કલમને વંદન

મૂળ નામ જીવણજી ઠાકોર.

જન્મ-વસવાટ અમદાવાદમાં. આંગળાંનાં આંસુકાવ્યસંગ્રહ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “જીવણ ઠાકોર ~ મુંબઈથી મોટો છે * Jivan Thakor  ”

  1. માછલીનું મજાનું ગીત. જ.દિ. ના અંભિનંદન.

  2. Pingback: 🍀2 જુલાઇ અંક 3-1200🍀 - Kavyavishva.com

  3. ઉમેશ જોષી

    જન્મ દિવસની સુકામનાઓ પાઠવું છું.

Scroll to Top