
🥀 🥀
ગુજરાત સાહિત્ય અકાદમી અને વિશ્વ ભારતી સંસ્થાનના સહયોગથી અકાદમીને આંગણે 19 જુલાઈ 2024 ના રોજ જાણીતા સાહિત્યકાર ડો. ઉષા ઉપાધ્યાય દ્વારા ‘જૂઈ મેળો’ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાતના 36 કવયિત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ચાર સત્રમાં યોજાયેલા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન સવારે સાડા દસ વાગે થયું.
ઉદઘાટન બેઠકમાં દીપ પ્રાગટ્ય બાદ અધ્યક્ષશ્રી ડો. ભાગ્યેશ જહા, જૂઈમેળાના સ્થાપક ડો. ઉષાબહેન ઉપાધ્યાય અને મહામાત્ર શ્રી ડો. જયેન્દ્રસિંહ જાદવે સૌનું સ્વાગત કર્યું અને ભૂમિકા બાંધી. ત્યાર બાદ કવયિત્રી સમ્મેલનનું પ્રથમ સત્ર શરૂ થયું જેમાં આઠ કવયિત્રીઓ – ઉષા ઉપાધ્યાય, રેખાબા સરવૈયા, લતા હિરાણી, સંસ્કૃતિરાણી દેસાઇ, લક્ષ્મી ડોબરિયા, યામિની વ્યાસ, રીનલ પટેલ અને અંજના ગોસ્વામીએ પોતાના કાવ્યો રજૂ કર્યા. સંચાલન કર્યું ડો. નિયતિ અંતાણીએ.
આ પ્રસંગે રેખા બા સરવૈયાના ત્રણ પુસ્તકોનું તેમજ વંદના શાંતુ ઇન્દુ અનુવાદિત પુસ્તક ‘હું જીવન છું ‘ (મૂળ તિબેટિયન લેખક : તેનઝીન ત્સુન્દુ)નું વિમોચન કરવામાં આવ્યું હતું.
બીજા સત્રમાં માર્ગી દોશી, પૂર્વી બ્રહ્મભટ્ટ, વર્ષા પ્રજાપતિ, ભાર્ગવી પંડ્યા, રક્ષા શુક્લ, એષા દાદાવાળા, નયના જાની અને ડો. દીના શાહે પોતાના કાવ્યો રજૂ કર્યા. સંચાલન હતું ગોપાલી બૂચનું.
સરસ મજાનાં ભોજન બાદ ત્રીજું સત્ર શરૂ થયું. જેમાં કિરણ જોગીદાસ, જિજ્ઞા વોરા, મિત્તલ મકરંદ, હર્ષિદા ત્રિવેદી, પારૂલ નાયક, કીર્તિદા બ્રહ્મભટ્ટ, કુસુમ પટેલ, વંદના શાંતુઇંદુ, નિયતિ અંતાણી અને જિજ્ઞા ત્રિવેદીએ કાવ્યો રજૂ કર્યા. સંચાલન હતું ડો. પ્રીતિ પૂજારાનું.
સત્ર ચારનાં કવયિત્રીઓ હતા – કાજલ ઠક્કર, હર્ષા દવે, લિપિ ઓઝા, હર્ષવી પટેલ, પ્રીતિ પૂજારા, જિજ્ઞા મહેતા, ગાયત્રી ભટ્ટ, મીનાક્ષી ચંદારાણા, ગોપાલી બુચ અને પ્રજ્ઞા વશી. સંચાલક હતા ગોપાલી બુચ.
સમાપન સત્રમાં અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા, ડો. ઉષાબહેન તેમ જ મહામાત્ર શ્રી જયેન્દ્રસિંહે પોતાની પ્રસન્નતા વ્યકત કરી આખાયે કાર્યક્રમને એક ઊંચાઈ પર પહોંચાડી દીધો હતો. અંતિમ પળને સૌએ કેમેરામાં કેદ કરી છૂટા પડ્યા હતા.
ગાંધીનગર સાહિત્યસભાના તથા ગાંધીનગરના અન્ય સાહિત્યપ્રેમી મિત્રોએ આ કાર્યક્રમમાં હાજરી આપી કવયિત્રીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
અકાદમીનો સ્ટાફ, કેમેરા ટીમ પણ બહેનો માટે સતત સાથે રહ્યા. આનંદ આનંદ.
~ જિજ્ઞા મહેતા





વાહ
શિરમોર કાર્યક્રમ
ક્યારેક દક્ષિણ ગુજરાતમાં પણ આવો કાર્યક્રમ થાય એવી આશા.
ધીરૂબેન પટેલે મુંબઈમાં શરૂ કરેલ લેખિની સંસ્થા તથા ઉષાબેન ઉપાધ્યાયનો જૂઈ મેળો આ બંને ઉપક્રમ યશસ્વી થયા છે..સાહિત્ય અકાદમી,સંયોજકો તથા સર્જક કવયિત્રીઓ બધાને અભિનંદન તથા શુભેચ્છાઓ.
ખૂબ જ સરસ, અભિનંદન આયોજકો અને ભાગ લેનાર સૌ કવયિત્રી બહેનોને.
સરસ..
વાહ ખુબ સરસ કાર્યક્રમ
ખરેખર સુંદર આયોજન અને સફળ કાર્યક્ર્મ .🎉
સરસ… અભિનંદન 🌹
કા.ક્ર.ના સાક્ષી બનવાનો આનંદ અનેરો હતો. કેટલાંક જૂનાં/નવાં મિત્રો મળી જતાં આનંદ બેવડાયો્
અહીં ‘જૂઈ મેળા’નો જિજ્ઞા મહેતાનો લખેલો સરસ આલેખ મૂકવા બદલ આભાર, લતાબહેન.
આનંદ અને આભાર મીનળબેન
વાહ! સરસ!
ખૂબ સરસ કાર્યક્ર્મ રહ્યો. લતાબેન અહીં નોંધ લેવા બદલ ખૂબ ખૂબ આભાર.
મારો પણ આનંદ
નમસ્તે , ખૂબ સરસ જૂઈ મેળો રહ્યો.જૂઈ મેળામાં પ્રસ્તુત થવાનો ખૂબ આનંદ છે.લતાબહેન, આપે પણ જૂઈ મેળાની અહીં સરસ નોંધ લીધી એ બદલ ખૂબ ધન્યવાદ.
મારો પણ આનંદ