હૈયાના હેતને કુદી હેતને કદી ન કોઈ રોકશો,
રોકશો તો ઊલટાં ફસાશો, હો વહાલાં!
હૈયાના હેતને કદી ન કોઈ રોકશો.
મીઠી એ ભાવના ને આશભર્યા ઊભરા,
રોકશો તો ઊલટાં મૂંઝાશો, હો વહાલાં!
રોક્યા રોકાય નહિ, બાંધ્યા બંધાય નહિ,
ઢાંકશો તો ઊલટાં ભીંજાશો, હો વહાલાં!
કૂવાતળાવ ને સરોવરો ઉલેચશો;
જલધિનાં નીર કેમ શોષશો? હો વહાલાં!
ક્યાંથી આવ્યાં ને ક્યહાં થોભશો, ન પૂછશો;
સાગરનું મૂળ ક્યાં શોધશો? હો વહાલાં!
~ જ્યોત્સ્ના શુક્લ (3.8.1897)
કાવ્યસંગ્રહો ‘મુક્તિના રાસ’, ‘આકાશના ફૂલ’, ‘રંગતાળી’
આ ગીતને સમયના સંદર્ભમાં જોવાનું હોય!

સરસ કાવ્ય ખુબ ગમ્યુ
સરળ શબ્દોમાં રચના ગમે એવી છે.