ડાહ્યાભાઈ પટેલ ‘માસૂમ’ ~ બારમાસી * Dahyabhai Patel

બારમાસી

કારતક માસે ઘઉં-વાવણી, સારસ પાંખે આવી રે.

માગશરે નીકોની ખળખળ, અઢળક આમ વહાવી રે.

પોષ માસમાં ઠંડી રૂમઝૂમ; રજાઈ ઓઢી આવી રે.

મહા માસમાં ગઈ પાનખર; નવી વસંતો લાવી રે.

ફાગણ છેલ-ફટાયો થઈને, હોળી અડાણે સળગે રે;

ચૈતર માસે લણણી : ખેતર હળવું થઈને વળગે રે.

વૈશાખે સાજન-માનિયા, માંડવિયામાં મહાલે રે,

જેઠ-ઉનાળે તાપ આકરા, બળઝળ, બળઝળ બાળે રે.

અષાઢમાં અમિયલ વર્ષાએ, જીવતર ખેડી ખૂંખ્યું રે,

શ્રાવણમાં મેળાની રૂમઝૂમ; અલકમલકને ગૂંથ્યું રે

ભાદરવામાં શરાદિયાની ખીર કાગડા વાસે રે,

આસોમાં આખર આખર પણ; દીવો કોઈ પ્રકટાવે રે.

~ ડાહ્યાભાઈ પટેલ ‘માસૂમ’  (1.4.1944)

કવિના જન્મદિને એમનું આ સરસ મજાનું બારમાસને વર્ણિત કરતું ગીત.

કવિનો કાવ્યસંગ્રહ – ‘અક્ષરનાં ચિતરામણ’

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “ડાહ્યાભાઈ પટેલ ‘માસૂમ’ ~ બારમાસી * Dahyabhai Patel”

  1. કવિ શ્રી ને જન્મદિવસ મુબારક બારમાસ નુ વર્ણન કરતુ ગીત આપણો કાવ્ય વારસો કેટલી વિવિધતા થી ભરપુર છે ખુબ ખુબ અભિનંદન

  2. ખૂબ સરસ બારમાસી ગીત. અત્યારનો સમય એવો છે કે કઈ ઋુતું ચાલે છે એજ સમજ નથી પડતી. હવે બારમાસી ગીત, ગઝલ રચના કરવી અઘરી છે. નવા કલ્પનો અને નવા સમયાનુંસાર આવતા પ્રસંગો વણી શકાય.

Scroll to Top