તુષાર શુક્લ ~ હૂંફાળો માળો * Tushar Shukla

હળવે હળવે શીત લહરમાં
ઝૂમી રહી છે ડાળો
સંગાથે સુખ શોધીએ, રચીએ
એક, હૂંફાળો માળો

એકમેકને ગમતી સળીઓ
શોધીએ આપણ સાથે
મનગમતા માળાનું સપનું
જોયું છે સંગાથે
અણગમતું જ્યાં હોય કશું ના
માળો હેત હૂંફાળો….

મનગમતી ક્ષણના ચણ ચણીએ
ના કરશું ફરિયાદ
મખમલ મખમલ પીંછા વચ્ચે
રેશમી હો સંવાદ
સપના કેરી રજાઈ ઓઢી
માણીએ સ્પર્શ સુંવાળો

મઝિયારા માળામાં રેલે
સુખની રેલમ છેલ
એકમેકના સાથમાં શોભે
વૃક્ષને વીંટી વેલ.
મનહર મદભર સુંદરતામાં
હોય આપણો ફાળો

~ તુષાર શુક્લ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “તુષાર શુક્લ ~ હૂંફાળો માળો * Tushar Shukla”

Scroll to Top