દક્ષા વ્યાસ ~ આભલાનો ચંદરવો * Daxa Vyas


અંતરદ્વારે 

આભલાનો ચંદરવો

આંખોમાં આંજીને 

ઓશિકે માથું ટેકવું  ન ટેકવું  ત્યાં -‐-

પંખીઓનો  કર્ણમંજુલ કલશોર

કોકરવાયાં કિરણોની કોર

આવી પહોંચે આણી કોર 

નયને ઊઘડે

પારિજાતની  મઘમઘ બિછાત 

ઊંચકે  પાંપણનો પડદો  ધરાર 

ખોલું દ્વાર

ઊતરી જાય આરપાર

આખું આકાશ મારી અંદર

હળવી હવાને હેલારે

ગુંજી ઊઠે ગીત અંતરદ્વારે 

~ દક્ષા વ્યાસ 

પ્રિય પૂજ્ય દક્ષાબહેનને જન્મદિવસે લાખો વંદન.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “દક્ષા વ્યાસ ~ આભલાનો ચંદરવો * Daxa Vyas”

Scroll to Top