દાન વાઘેલા ~ અહમ્ ત્યાગી જુઓ * Dan Vaghela

ઘણું કહેશે

અહમ્ ત્યાગી જુઓ તો આંખનું દર્પણ ઘણું કહેશે,
વિકલ્પોમાં સજી રાખેલ સૌ વળગણ ઘણું કહેશે.

પ્રણયની વાત છેડી છે, કથાનો ક્યાં સમય પણ છે !
નદી યમુના, વૃંદાવન, વાંસળી ને ધણ ઘણું કહેશે.

હવે મીરાં અને મેવાડ અળગા થાય તોયે શું !
તૂટેલા તાર, મંજીરા, ધધખતું રણ ઘણું કહેશે.

અમે તો આજ કોલાહલ વચાળે મૌન થૈ બેઠા,
અખંડાનંદ જેવા ધ્યાનનું સગપણ ઘણું કહેશે.

સભામાં શાંતિ પ્રસરી ગૈ ચબરખી દાનની મળતા,
અલૌકિક સૂર, શબ્દો, અર્થ ને રણઝણ ઘણું કહેશે.

~ દાન વાઘેલા

ભૌતિક રીતે, વ્યાવહારિક દૃષ્ટિએ જ્યાં કશું નથી ત્યાં પણ કવિને ઘણું વર્તાય, ઘણું દેખાય, ઘણું સંભળાય. જેને અંદર જોવાની આવડત છે એને વગર શબ્દે, વગર સૂરે આ બધું અનુભવાયા કરે…. ત્યાં પહોંચવું જ જીવનનું લક્ષ્ય હશે !!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

10 thoughts on “દાન વાઘેલા ~ અહમ્ ત્યાગી જુઓ * Dan Vaghela”

  1. Kirtichandra Shah

    લયબદ્ધ શબ્દોમાં કાલાતીત ભાવો,. સુંદર સંગમ,. ધન્યવાદ

  2. Praful Pandya

    ખૂબ સુંદર ગઝલ:: પ્રિય દાનભાઈને હાર્દિક અભિનંદન

  3. કાવ્યવિશ્વ ડોટકોમ અને લતાબહેન હીરાણીનો ખૂબ ખૂબ આભાર. તા. 20/04/2024 મારા જન્મ દિવસે અનિવાર્ય સંજોગોના કારણે મેં ક્યાંય કોઇ પોસ્ટ મૂકી નહોતી. પરંતુ મિત્રોએ વિવિધ રીતે મને શુભેચ્છાઓ પહોંચાડી હતી. મારી રચનાઓ મને સંભળાવી, વંચાવીને મને આનંદમય રાખ્યો હતો. એમાં “કાવ્યવિશ્વ” દ્વારા મારી વિશેષ પસંદગીની રચના રજૂ થઇ એથી મેં જીવનની ધન્યતા અનુભવી છે. અહીં સાજ મેવાડા, છબીલભાઇ ત્રિવેદી, કિરીટચંદ શાહ, ડૉ. મનોજકુમાર, વારિજ લુહાર, પ્રફુલ્લ પંડ્યા, જિજ્ઞાબહેન ત્રિવેદી જેવા કવિશ્રીઓ, વિદ્વાનો અને રસિકજનો/મિત્રો ઉમળકાભેર ઉપસ્થિત હોય છે. એમના સ્પષ્ટ અભિપ્રાય પ્રસ્તુત કરે છે. એનો આનંદ વ્યક્ત કરું છું. સૌનો આભાર માનું છું. 💖🙏. ::દાન વાઘેલા:::

Scroll to Top