
🥀 🥀
*વરસાદમાં*
વાદળાં બહેકી ગયાં વરસાદમાં
બે હ્રદય છલકી ગયાં વરસાદમાં
સાંભળ્યુ છે કે કદી એવું બન્યું,
ઝાંઝવા પલળી ગયાં વરસાદમાં
આપણે બે યાદ છે એ સાંજના,
કયાંથી કયાં નીકળી ગયાં વરસાદમાં
કોણ નેવાંઓને ભાષા શીખવે?
કેટલું બોલી ગયાં વરસાદમાં
દૂર સ્વજનથી ‘દિના’ રહેવું પડે,
એ બધા દાઝી ગયાં વરસાદમાં.
~ ડૉ દિના શાહ
વરસાદની વિવિધ અનુભૂતિઓ

વાહ, વરસાદ ની અવનવી મજાની અનુભૂતિ.
ખૂબ ખૂબ સુંદર વરસાદી ગઝલ, અભિનંદન દીનાબેન
ખુબ સરસ વરસાદી ગીત ખુબ ગમ્યુ
સરસ ગઝલ
વાહ, સરસ 👌👌👌
વરસાદી માહોલની સરસ રચના. અભિનંદન.
વાહ
વરસાદી વાતાવરણની મહેંક નીપજાવતી સુંદર રચના