દિનેશ કાનાણી ~ એ છોકરી* Dinesh Kanani

છોકરી

કરિયાવરની

પહેલેથી જ વિરોધી હતી

એટલે તો

પિયરમાંથી

એના પતિના ઘરે

કશુંયે ન લઇ ગઇ

અપેક્ષાઓ સિવાય !!

– દિનેશ કાનાણી

આટલાક અમથા નાનકડા અછાંદસમાં કવિ જીવનની કેટલી મોટી ગંભીર વાતને રજૂ કરી દે છે ! કવિતાની નાયિકા પોતાના પતિના ઘરે, પોતાના નવા જીવનમાં અપેક્ષાઓ સિવાય કશું નથી લઇ જતી. આહા, કવિએ ઘણું ગર્ભિત રીતે કહી દીધું છે. સામાજિક સડા સમાન કરિયાવરની બદી અને સાથે સાથે એક યુવતીનું આશાભર્યું મનોજગત જે મોટેભાગે નંદવાઈ જાય છે. એક તદ્દન નેગેટીવ અને બીજી પૂરેપૂરી પોઝીટીવ આ બંન્ને પરસ્પર વિરોધી વાતને કવિએ એકસાથે રજૂ કરી દીધી છે.

3.6.21

*****

દીપક વાલેરા

13-06-2021

વાહ
ટૂંકમાં ઘણું બધું

ડો. પુરુષોત્તમ મેવાડા, સાજ

03-06-2021

કવિ દિનેશભાઈ ની આ કવિતા એ ખરેખર કમાલની સામ્પ્રત વિચારસરણી.રજૂ કરી દીધી.

Kirti Shah

03-06-2021

માત્ર અ પેક્ષા લઇ જવું a whole some નથી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top