દિપાલી લીમકર ‘દીપ’ ~ મજાના શેર * Dipali Limkar

મજાના શેર

રંગ તારી પ્રીતનો તું એવી રીતે છાંટજે
આંખના રસ્તે જે સીધો લાગે મારા કાળજે. *****

બરફ માથે મૂકી શમણાં હવે બેઠા છે પાંપણ પર
નહીંતર કંઈક ઇચ્છાઓ નજર સામે બળી ગઈ હોત*****

સૂકી દાળને કૂંપળથી સજાવી
મહેકતા ફૂલોનો નવો તાજ આવ્યો *****

જે હવા સ્પર્શી તને એ આભમાં વિખરાઈ ગઈ
મહેક તારી ચોતરફ ધરતી પર પથરાઈ ગઈ *****

ભરાતું જાય છે અંબર લગોલગ તારિકાઓથી
ઊભો છે ચાંદ આકાશે નીકળવાની અણી ઉપર *****

એટલે ઊડીને આંખે વળગે છે સૌંદર્ય એ
આંખમાં પહેર્યો એ તારા સપનાંઓનો હાર છે. *****

મન ઉપરનું તમસ દીપ અળગું કરી
ધ્યાન ખુદનું ધરો ને કવિતા લખો. *****    

~ દીપાલી લીમકર દીપ

દીપ તારી યાદનો કાવ્યસંગ્રહનું કાવ્યવિશ્વમાં સ્વાગત છે.

દીપ તારી યાદનો * દિપાલી લીમકર દીપ * પ્ર. સ્વયં 2023

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

7 thoughts on “દિપાલી લીમકર ‘દીપ’ ~ મજાના શેર * Dipali Limkar”

  1. દીપાલીબહેન સરસ રચનાઓ આપે એવી શુભેચ્છા.

  2. દિનેશ ડોંગરે નાદાન

    સુંદર શેરોનું ચયન, અભિનંદન દીપાલીબેન અને લતાબેન બંનેને

Scroll to Top