દિના શાહ ~ સૂર્ય ઊગે છે * Dina Shah  

સૂર્ય ઊગે છે 

સૂર્ય ઊગે છે, આથમે છે પણ
આ ક્ષણોની રમત ગમે છે પણ

આ તડપ જંપવા નથી દેતી
દર્દ પીડે અને શમે છે પણ

કેન્દ્રમાં કોઇ સ્થિર ઊભું છ
ચોતરફ એ વળી ભમે છે પણ

દોડવાનું ઇનામ તો જીત્યા
પીઠ પર સોળ ચમચમે છે પણ

મૌન બેસું ‘દિના’ લઇ તસ્બીહ
નામ તારું સતત રમે છે… 

ડો. દિના શાહ

જીવન આ ‘પણ’થી જ ભર્યું છે એમ નથી લાગતું ? એટલે જ બધી મુસીબતો ને એટલે જ બધા ગૂંચવાડા ! જો ‘પણ’ નીકળી જાય તો રસ્તો સાફ દેખાય. જે પણ કરવું હોય એ કોઈ અવઢવ વગર કરી શકાય અને તો કેટલી હાશ અનુભવાય !

ડો. દીના શાહના કાવ્યસંગ્રહો (3)  

1. આયના ટોળે વળ્યા   2. ટહુકાનું સરનામું     3. તસ્બીહ

આભાર આભાર.  

OP 5.3.22

આભાર

06-03-2022

આભાર છબીલભાઈ, મેવાડાજી …

‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.

છબીલભાઇ ત્રિવેદી

06-03-2022

ડો, દિના શાહ નુ કાવ્ય ખુબજ ગમ્યું પણ શબ્દ છે અેટલે જીવન છે આ તકે મનોજ ખંઢેરીયા યાદ આવે અેમ પણ બને .

સાજ મેવાડા

05-03-2022

આદરણીય કવિયત્રી દીના જીની આ ગઝલ પણ પણ કરતા જિંદગીની કસ્મકસ રજૂ કરે છે. ખૂબ સરસ અભિવ્યક્તિ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top